બોલીવુડના જાણીતા અભિનેતા અને ભાજપ સાંસદ શત્રુધ્ન સિંહા કહે છેઃ મેં મારા 40 વષર્ની ફિલ્મ કારકિર્દી દરમિયાન કોઈ મહિલા સાથે અપમાનજનક વર્તાવ નથી કર્યો, મેં હંમેશા મહિલાઓનું સન્માન કર્યું છે..

0
821

મી ટુ અભિયાનને પોતાનું સમર્થન આપતા ભાજપના વરિ્ષ્ઠ નેતા અને સાંસદ શત્રુધ્ન સિંહાએ જણાવ્યું હતું કે, હાલમા ચાલતા મીટુ અભિયાનનું હું સમર્થન કરું છું. મેં મારા જીવનમાં હંમેશા મહિલાઓનું સન્માન કર્યું છે. તેમની સાથે કદી અપમાનજનક વર્તાવ કર્યો નથી. જેમની સાથે દુર્વ્યવહાર આચરવામાં આવ્યો હોય તે મહિલાઓએ અદાલતમાં જઈને ન્યાય માટે લ઼ડવું જોઈએ. જણીતા ફિલ્મ નિર્માતા- દિગ્દર્શક સુભાષ ઘાઈ પર જાતીય સતામણીના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ અંગે તેમનો અભિપ્રાય પૂછવામાં આવતાં

શત્રુધ્ને જણાવ્યું હતું કે, સુભાષ ઘાઈએ કશું અઘટિત કર્યું હોય તો તેમણે સજા ભોગવવી જ જોઈએ. પણ તેમની સામેના આક્ષેપો અદાલતમાં પુરવાર થાય અને તેઓ દોષિત સાબિત થાય તો તેમણે સજા ભોગવવી પડે. તેઓ સજા ભોગવીને પ્રાયશ્ચિત  કરી લે ત્યાર બાદ તેમની સાથે કામ કરવામાં મને કોઈ વાંધો નથી. જે રીતે સંજય દત્તે તેમણે કરેલા ગુનાની સજા ભોગવી લીધી ત્યારબાદ બોલીવુડે તે્મને અપનાવી લીધા હતા.