બોલીવુડના ખ્યાતનામ ગીતકાર- નિર્દેશક  સર્જક ગુલઝાર હવે બાળકો માટે ફિલ્મો બનાવશે..

0
748

 

ફિલ્મ – સર્જક ગુલઝારે તાજેતરમાં જણાવ્યું હતું કે, હવે મારે બાળકો માટે નાટકોનું નિર્માણ કરવું છે, બાળકો માટે ફિલ્મો બનાવવી છેો. તેમણએ કહ્યું હતું કે, મને એવું લાગે છેકે, આપણે ત્યાં ફિલ્મ- નિર્માણના મામલે બાળકોની સતત અવગણના  થઈ રહી છે. એમના માટે કોઈ ફિલ્મ- સર્જક ફિલ્મો બનાવતા નથી. ગુલઝારે બનાવેલી એક એનિમેટેડ ફિલ્મનું ગ્રાફિક ડિઝાઈનિંગ અને સજાવટ ટોચની ડિઝાઈનર શિલ્પા રાનડેએ તૈયાર કરી છે. જે પહેલી માર્ચે રજૂ થવાની છે. ભારતના સવર્શ્રેષ્ઠ અને મહાન ફિલ્મ- સર્જકોમાંના એક સત્યજિત રેએ 50 વરસ પહેલાં બંગાળીમાં આ ફિલ્મ તૈયાર કરી હતી. જેનું બંગાળી નામ હતું- ગોપી ગાયને બાઘા બાયને . આ ફિલ્મનું  સરળ હિન્દીનાં રૂપાંતર ગુલઝારે કરી આપ્યું છે. જેનું ટાઈટલ છેઃ ગોપી ગવૈયા, બાઘા બજૈયા .. ચિલ્ડ્રન ફિલ્મ્સ સોસાયટી દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મ ને દુનિયાભરમાં યોજાતા વિવિધ નામાંકિત ફિલ્મ ફેસ્ટીવલોમાં અનેક એવોર્ડ એનાયત થયા છે. ફિલ્મ- સર્જક ગુલઝારે જણાવ્યું હતું કે, આપણી ઊગતી પેઢીના બાળકોને આપણી સંસ્કૃતિનો પરિચય કરાવવો એ આપણી ફરજ છે. આપણા સહુની એ સામૂહિક જવાબદારી છે. બાળકોની જરૂરિયાતની આપણે સહુએ સતત અવગણના કરી છે. મારી ઘણા લાંબા સમયથી એવી ઈચ્છા હતી કે, આપણી પૂણે ખાતેની ફિલ્મ ઈન્સ્ટીટયૂટના ગ્રેજ્યુએટો બાળકો માટેની ફિલ્મ બનાવે, પણ ત્યાં મોટેભાગે ફિલ્મ- સર્જન એ માતબર કંપનીઓના હાથમાં રહ્યું હોવાને કારણે એ શક્ય બન્યું નહિ.