બોલીવુડના અભિનેતા સૈફ અલી ખાન અને પ્રતિભા સંપન્ન અભિનેત્રી તબ્બુની જોડી ફરી એકસાથે ..

0
617
Photo: twitter

બોલીવુ઼ડના સોહામણા કલાકાર અને છોટે નવાબના હુલામણા નામથી જાણીતા સૈફ અલી ખાન અને પીઢ અભિનેત્રી તબ્બુએ 20 વરસ અગાઉ તૂ ચોર મૈ સિપાહી અને હમ સાથ સીથ હૈમાં કામ કર્યું હતું. સૈૈફ અને તબ્બુ હવે સૈફની ફિલ્મ જવાની જાનેમનમાં એકસાથે ચમકી રહ્યા છે. તબ્બુ, અજયદેવગણ અને રકુલ પ્રીતસિંહની ફિલ્  દેદે પ્યાર દે આ મહિનામાં જ રિલિઝ થઈ રહી છે. તબ્બુ સાથે વરસો બાદ કામ કરવા બાબત સૈફ અલી ખાૈને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતુંકે, તબ્બુ ખૂબ જ પ્રતિભાશાળી અભિનેત્રી છે. તેની ભૂમિકાૈ પણ આફિલ્મમાં ખૂબ જ મજેદાર છે. સૈફની ફિલ્મનું શૂટિંગ આવતા મહિને લંડનમાં શરૂ થઈ રહ્યું હોવાનું બોલીવુડની  આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. આ ફિ્લ્મ જવાની જાનેમનનું નિર્દેશન નિતિન કક્કડ કરી રહ્યા છે.