બોલીવુડના અભિનેતા સંજય દત્તને યુએઈ – સંયુક્ત આરબ અમીરાતે ગોલ્ડન વિઝા આપ્યા …

Reuters

    બોલીવુડના સ્ટાર- એકટર સંજય દત્તને યુએઈ દ્વારા 10 વર્ષના રોકણ માટેના ગોલ્ડન વિઝા આપવામાં આવ્યા હોવાનું બોલીવુડના સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું.અગાઉ બિઝનેસમેન, ઈન્વેસ્ટર, ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ, ડોકટર કે અન્ય પ્રોફેશનલોને આ પ્રકારના વિઝા આપવામાં આવતા હતા. પરંતુ પાછળથી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. સંજય દત્તે પોતાને ગોલ્ડન વિઝા આપવા બદલ યુએઈનો આભાર માન્યો હતો. સંજય દત્ત અવારનવાર દુબઈની મુલાકાતે જતા હોય છે. તેમને દુબઈમાં વેકેશન ગાળવાનું ગમે છે. સંજય દત્તે ફલાઈ દુબઈના સીઓઓહમાદ ઉબૈદુલ્લાનો પણ આભાર માન્યો હતો..સંજય દત્તના દુબઈમાં હજારો ચાહકો છે. સંજય દત્તની એક ઝલક જોવા માટે તેમના ચાહકો ભીડ લગાવતા હોય છે. દુબઈમાં પણ તેમણે ખાસ્સી લોકપ્રિયતા મેળવી છે.