બોલીવુડના અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના  જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા 

 

        ગત 2 ઓકટોબરથી એનસીબી ( નારકોટિકસ કંટ્રોલ બ્યુરો ) દ્વારા જેની ઘરપકડ કરવામાં આવી હતી તે આર્યન  ખાનને મુંબઈની આર્થર રોડ જેલમાં મોકલવામાં આવ્યા હતા. ડ્રગ્સના કેસમાં તેની સંડોવણી હોવાના આરોપસર  તેની ધરપકડ કરવામાં આવી હતી. આર્યનની જામીન અરજી પર બે દિવસથી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. સુપર સ્ટાર શાહરુખ ખાનના પુત્ર આયન ખાનને 25 દિવસ બાદ જામીન મળી ગયા છે. આર્યનની સાથે સાથે બીજા બે આરોપી અરબાઝ મરચન્ટ અને મુનમુન ધનેચાને પણ જામીન મળી ગયા હતા. જાણીતા બાહોશ વકીલ મુકુલ રોહતગીએ તર્કબધ્ધ, વિસ્તૃત દલીલો કરીને આર્યનનો પક્ષ રજૂ કર્યો હતો. હાઈકોર્ટે બન્ને પક્ષની દલીલો સંભળ્યા બાદ આર્યન ખાન સહિત અન્ય બે આરોપીઓના જામીન પણ મંજૂર કર્યા હતા.