બોલીવુડના અનોખા ગીતકાર- ગાયક -સંગીતકાર રવીન્દ્ર જૈનઃ  નેત્રહીન સૂરસાધકે સુંદર ગીતો લખ્યાં.. યાદગાર સંગીત પીરસ્યું.

0
1567

.

                    1944માં જન્મેલા આ સંગીતકાર જન્મથી જ અંધ હતા. તેમણે પોતાના અનોખા આત્મ- વિશ્વાસ અને ટેલન્ટને કારણે ફિલ્મ- સંગીતની દુનિયામાં નામ-દામ અને પ્રતિષ્ઠા મેળવી હતી. રવીન્દ્ર જૈને 1972થી પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત  કરી હતી. તેઓ ભલે નેત્રથી જોઈ શકતા નહોતા, પણ વ્યક્તિના અવાજ પરથી એન મનની વાત અને એના વ્યક્તિત્વની ખાસિયત સમજી લેતા હતા.તેઓ સદગત અભિનેતા રાજ કપુરના મિત્ર હતા. તેમને રવીન્દ્ર જૈનનું લખેલું એક ગીત એટલું બધું ગમી ગયું હતું કે,તેમણે એ ગીત ખરીદવાની  ઈચ્છા વ્યક્ત કરી હતી. રવીન્દ્ર જૈને માત્ર સવા બે રૂપિયા શુભેચ્છા તરીકે લઈને એ ગીત રાજ કપુરને આપી દીધું હતું. રવીન્દ્ર જૈને ફિલ્મ ચોર મચાયે શોર, ગીત ગાતા ચલ, ચિત્તચોર, અખિંયો કે ઝરોખોસે વગેરે ફિલ્મોમાં અત્યંત કર્ણપ્રિય સંગીત આપ્યું હતું. આ ફિલ્મોના  ગીતે ખૂબ જ લોકપ્રિય બન્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here