બોલિવુડની કેટલીક ફિલ્મોના બહિષ્કારને કારણે ફિલ્મ ઉદ્યોગમાં પણ ભેદભાવનું વલણ પ્રગટ થઈ રહ્યું છે..

 

      સાહિત્ય, સંગીત અને લલિત કલાના ક્ષેત્રમાં જાતિ, ધર્મ, ઊંચ-નીચ, ભાષા કે પ્રદેશ- કશાયને સ્થાન હોતું નથી, ન હોવું જોઈએ. કલાને માનવ જીવન સાથે સંબંધ છે. માનવતા સાથે નિસબત છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ- એવી કોઈ ભેદરેખાને કલામાં સ્થાન નથી. કથકલી,મણિપુરી, ભરતનાટ્યમ, ઓડિશી- ભારતીય છે. કોઈ પ્રાદેશિકતા એની ઓળખ હરિગઝ ન હોઈ શકે. આમ છતાં હવે કમર્શિયલ બની રહેલા ફિલ્મ ક્ષેત્રમાં તમામ પ્રકારની નકારત્મકતાનો પ્રવેશ થતો જોવા મળી રહ્યો છે. લોકતંત્રમાં વિરોધને સ્થાન છે, પણ સમજણ વિનાના નિષેધને નહિ. જો કલાનું ક્ષેત્ર દૂષિત બનતું જશે તો એના પરિણામો સમાજ માટે નુકસાનકારક બની રહેશે.