બોલિવુડના નિર્માતા- નિર્દેશકો લોકડાઉન વધતું -જવાને કારણે શૂટિંગ યોજી શકતા નથી -નુકસાન વધતું જાય છે.. …

0
883

 

 બોલિવુડના કલાકારો  સલમાન ખાન, અજય  દેવગણ , અક્ષય કુમાર, રણબીર કપુર તે્મજ અન્ય પ્રોડયુસરોની ફિલ્મના શૂટિંગ અટકી ગયા છે. ફિલ્મોની રજૂઆત અટકી ગઈ છે. ફિલ્મના હજારો ટેકનિકલ વર્કરો પણ  બેકારીનો સામનો કરી રહ્યા ચે. બોલિવુડના કલાકારો ફંડ આપીને બેરોજગાર મજૂરોને સહાય કરી રહ્યા છે. સિનેમાઘરો બંધ છે. . નવી ફિલમોની રજૂઆત પણ અટકેલી છે. ફિલ્મ ઉદ્યોગને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. કોરોનાની મહામારીએ  સમગ્ર ફિલ્મ- ઉદ્યોગના કામકાજને જ નહિ, સમગ્ર લોકોના જીવનને ઠપ કરી દીધું છે. અભિનેતાઓ તેમજ કલાકાર- કસબીઓ સોશ્યલ મિડિયા પર પોતાના વિચારોની અભિવ્યક્તિ કરી રહ્યા છે. બોલિવુડના બે મહાન કલાકારો ઈરફાન ખાન અને ઋષિ કપુરના અચાનક મૃત્યુને કારણે  સમગ્ર બોલિવુડ ઘેરા શોકની લાગણી અનુભવી રહ્યો છે. કોરોના સામે સહુ એકબનીને લડી રહ્યા છે. કોરોનાએ તમામ ભારતવાસીઓને મજબૂત આત્મ- વિશ્વાસથી ભરી દીધાં છે. કોરોનાને અંત થાય, અને નવી તાજગીભરી સવાર ઊગે એની સહુને અપેક્ષા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ દેશ કોરોનાની મહૈામારીના સંકટમાંથી હેમખેમ પાર ઉતરશે એવી શ્રદ્ધા દરેક ભારતવાસીના અંતરમાં  પ્રગટી રહી છે