બે વર્ષમાં ૩૨૫ સિંહના કુદરતી, ૪૧ સિંહના અકુદરતી મોત થયા

 

ગાંધીનગરઃ ગુજરાતમાં સિંહોના કુદરતી અને અકુદરતી મોત અંગે કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં સવાલ પૂછવામાં આવ્યો હતો. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાઍ કરેલા સવાલના જવાબમાં સરકારે જવાબ રજૂ કરતાં કહ્નાં હતું કે, રાજ્યમાં સિંહોની સંખ્યા ૬૭૪ છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કેટલા સિહોના કુદરતી અને અકુદરતી રીતે મોત થયા તેની માહિતી પણ રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવી હતી. વન અને પર્યાવરણ મંત્રીઍ આપેલા જવાબ મુજબ વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ ૧૨૩ સિંહોના કુદરતી મૃત્યુ થયા, વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ ૧૪ સિંહોના અકુદરતી મૃત્યુ થયા, વર્ષ ૨૦૨૧-૨૨માં કુલ ૧૧૩ સિંહોના કુદરતી મૃત્યુ થયા, વર્ષ ૨૦૨૧-૨૨માં કુલ ૧૬ સિંહોના અકુદરતી મૃત્યુ થયા છે. વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૮૯ સિંહોના કુદરતી મૃત્યુ થયા, વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૧૧ સિંહોના અકુદરતી મૃત્યુ થયા છે.