બે લાખ લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નમો એપ ડાઉનલોડ કર્યા

0
1001

નરેન્દ્ર મોદીના નમો એપ પર રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષે ડેટા ચોરી કરવાનો આરોપ લગાવ્યા બાદ વધુ બે લાખ લોકોએ નમો એપ ડાઉનલોડ કર્યો હોવાનો ભારતીય જનતા પક્ષે દાવો કર્યો હતો. ભાજપના પ્રવક્તાઓએ જણાવ્યું હતું કે, જયારથી સોશ્યલ મિડિયાપર હૈશટૈગ ડિલિટ નમો એપ અભિયાન શરૂ કરવામાં આવ્યું ત્યારથી નમો એપ ડાઉનલોડ થવાની ગતિ વધી રહી છે. વધુ ને વધુ લોકો એપ ડાઉનલોડ કરી રહ્યા છે. કોંગીએ અને રાહુલ ગાંધીએ આ બાબત ભાજપ અને નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યા ત્યારથી તો આ નમો એપ વધુને વધુ લોકપ્રિયતા તેમજ સ્વીકૃતિ મેળવી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.