બે મહિનાથી ગાયબ અલીબાબા ગ્રુપના માલિક જેક મા એક વીડિયો કોન્ફરન્સમાં જોવા મળ્યા

 

શાંઘાઈઃ બે મહિના કરતા વધુ સમયથી ગુમ થયેલ એશિયાની સૌથી ધનિક વ્યક્તિઓમાંની એક, અલીબાબા ગ્રુપના માલિક જેક મા અચાનક જ દુનિયા સમક્ષ દેખાયા. તાજેતરમાં જ જેક મા એક વીડિયો કોન્ફરન્સમાં હાજર થયા છે. વિશ્વમાં વધતા દબાણ પછી, ચીનના સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઇમ્સે જેક માનો આ વીડિયો બહાર પાડ્યો છે.  ગ્લોબલ ટાઇમ્સ અનુસાર, જેક માએ બુધવારે ચાઇનામાં ૧૦૦ ગ્રામીણ શિક્ષકો સાથે વિડિયો લિંક દ્વારા વાતચીત કરી છે.

જેક માએ શિક્ષકોને કહ્યું, જ્યારે કોરોના વાઇરસ જશે, ત્યારે આપણે ફરી મળીશું. ગ્લોબલ ટાઇમ્સે જેક માને અંગ્રેજી શિક્ષકમાંથી ઉદ્યોગ સાહસિક તરીકે વર્ણવ્યા છે. જેક માના પરિચયમાં અલીબાબાનો ઉલ્લેખ નથી, જેની તેમણે પોતે સ્થાપના કરી હતી. ચીનમાં અફવાઓનું બજાર ગરમ છે કે ચીની સરકાર જેક માની કંપની અલીબાબાનો નિયંત્રણ લઈ શકે છે. હકીકતમાં, જેક માએ ગયા વર્ષે ઓક્ટોબરમાં એક મુદ્દા પર ચીની સરકારની ટીકા કરી હતી.

આ અહેવાલો અનુસાર, ત્યારબાદથી જેક મા જાહેરમાં ક્યારેય દેખાઈ શક્યા નથી. જેક મા વિશે રહસ્ય ઘણું ગાઢ બન્યું હતું જ્યારે તે પોતાના ટેલેન્ટ શો બિઝનેસ હીરો ઓફ આફ્રિકાના અંતિમ એપિસોડમાં પણ દેખાતો ન હતો. આ એપિસોડમાં, અલીબાબાના અધિકારીએ માની જગ્યાએ પોતાનો દેખાવ કર્યો. અલીબાબાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર માએ વ્યસ્ત શેડ્યૂલને કારણે આ એપિસોડમાં ભાગ લીધો ન હતો. જો કે, પ્રોગ્રામની વેબસાઇટ પરથી જેક માનો ફોટો દૂર કર્યા પછી રહસ્ય ઘણું ગાઢ બન્યું હતું.

જેક માએ ઓક્ટોબર ૨૦૨૦માં ચીનની નાણાકીય નિયમનકારો અને સરકાર દ્વારા સંચાલિત બેંકોની ટીકા કરી હતી. તેમણે આ ટીકા શાંઘાઇમાં એક ભાષણમાં કરી હતી. જેક માએ સરકારને ધંધામાં નવીનતાના પ્રયત્નોને દબાવતી સિસ્ટમોમાં પરિવર્તન લાવવા હાકલ કરી હતી. તેમણે કરેલા આ ભાષણ પછી, ચાઇનાની શાસક સામ્યવાદી પાર્ટી તેમના પર ઉકળી પડી હતી. ત્યારથી, જેક માના એંટ ગ્રુપ સહિતના ઘણા વ્યવસાયો પર અસાધારણ પ્રતિબંધો લાદવાનું શરૂ થયું