બે ભારતીય મહિલા ઇજનેરોને કલ્પના ચાવલા સ્કોલરશિપ મળશે

ન્યુ યોર્કઃ બે ભારતીય મહિલા ઇજનેરોને ઇન્ટરનેશનલ સ્પેસ યુનિવર્સિટીમાં કલ્પના ચાવલા સ્કોલરશિપ મળશે. બે ભારતીય મહિલા ઇજનેરો અનીશા રાજમાને અને પલક સિંહની ઇન્ટરનેશનલ સ્પેસ યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત કલ્પના ચાવલા સ્કોલરશિપ પ્રોજેક્ટ ફોર ઇનોવેશન, એન્ટરપ્રીનિયરીઝમ એન્ડ સ્પેસ સ્ટડીઝ માટે થઈ છે.
આ સ્કોલરશિપ પ્રોજેક્ટની સ્થાપના ભારતીય અમેરિકન અવકાશયાત્રી કલ્પના ચાવલાના માનમાં થઈ હતી જે તજ્જ્ઞ ભારતીય મહિલાઓમાં મજબૂત ટેક્નિકલ અને સ્પેસ લીડરશિપ ક્વોલિટી વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ સ્પેસ યુનિવર્સિટીના સ્પેસ સ્ટડીઝ પ્રોગ્રામમાં હાજરી આપવા ઇચ્છતા ભારતીયો માટે ફન્ડિંગ પૂરું પાડે છે. આનો હેતુ સાયન્સ-મેડિસિન-મટીરિયલ્સ, સેટેલાઇટ ટેક્નોલોજી, અન્ય સ્પેસરિલેટેડ બાબતોમાં બેકગ્રાઉન્ડ ધરાવતી સ્નાતક વિદ્યાર્થિનીઓ તજ્જ્ઞ ભારતીય મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.