બે એરિયામાં લેખક ગિરીશ ચીતલિયાના પુસ્તકનું લોકાર્પણ

ફ્રીમોન્ટ (કેલિફોર્નિયા)ઃ કેલિફોર્નિયાના મિલપિટાસમાં ઇન્ડિયન કોમ્યુનિટી સેન્ટરમાં તાજેતરમાં લેખક-સાહિત્યકાર ગિરીશ ચીતલિયાએ લખેલા પુસ્તક ‘ફૂટપ્રિન્ટ ઓન ધ સેન્ડ્સ ઓફ ટાઇમ-2’નું લોકાર્પણ આઇસીસી સેન્ટરના સીઈઓ રાજ દેસાઈના હસ્તે થયું હતું. આ પ્રસંગે અનેક સાહિત્યકારો અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા.
ગિરીશ ચીતલિયાએ તેમના જીવનમાં મેળવેલી અનેક સિદ્ધિઓને આ પુસ્તકમાં કંડારી છે. પ્રસંગને અનુરૂપ રાજ દેસાઈ અને સામાજિક કાર્યકર રામજીભાઈ પટેલે ગિરીશ ચીતલિયાની સિદ્ધિઓને પ્રવચનો દ્વારા બિરદાવી હતી અને તેમને અભિનંદન આપ્યાં હતાં. ચીતલિયાએ પ્રતિભાવ આપી આભાર વ્યક્ત કર્યો હતો.