બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર મેળવતી નોન- ઈંગ્લીશ સાઉથ કોરિયન ફિલ્મ – પેરાસાઈટ 

0
2074

 

    સાઉથ કોરિયાની ફિલ્મ પેરાસાઈટની સર્વત્ર વાહ વાહ થઈ રહી છેે. એક નોન- ઈંગલીશ વિદેશી ફિલ્મને સૌ પ્રથમવાર શ્રેષ્ઠ ફિલ્મના ઓસ્કારથી નવાજવામાં આવી છે. . જ્યારે ફિલ્મની વાર્તાનો સેન્ટર થીમ માનવીય સંવેદનાને સ્પર્શ કરતો હોય ત્યારે એ ફિલ્મ દુનિયાભરના પ્રેક્ષકોને પસંદ આવે છે. આ સાઉથ કોરિયન ફિલ્મને કુલ 4 ઓસ્કર એવોર્ડ મળ્યા છે. બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેકટર ( વોન્ગ જુન  હો ), બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીન પ્લે એને બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ . આ ફિલ્મની વાર્તા અત્યંત સાદી છે, સરળ છે. બે પરિવારોની એમાં વાત છે. એક ગરીબ પરિવાર, બીજો શ્રીમંત પરિવાર. બન્ને પરિવારમાં ચાર ચાર સભ્યો છે. માતા- પિતા, એક પુત્ર, એક પુત્રી . રોજબરોજના જીવનમાં બન્ને પરિવારોની ગતિવિધિની આમાં રજૂઆત કરવામાં આવી છે. ગરીબ અને અમીર- બન્ને પરિવારો સંઘર્ષ કરી રહ્યા છે. બન્ને પરિવારોની સમસ્યાઓ જુદી છે. એના સમાધાનો જુદા છે. પૈસા,જરૂરિયાતો, સમસ્યાઓ, સંઘર્ષ , સમાધાનો સાથે જીવતા બન્ને પરિવારના સભ્યોની સંવેદના તમારા હદયને સ્પર્શી જશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here