
જેરૂસલમઃ ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહુએ રવિવારે ગઠબંધનની સરકારમાં સતત ચોથી વખત વડા પ્રધાન બન્યા છે. તેમણે સરકારની રચના સાથે વેસ્ટ બેન્ક પર સાર્વભોમિકતાના શપથ લીધા હતા. બુધવારે નેતન્યાહુએ રાષ્ટ્રપતિ રેઉવેન રિવલીનને લખેલા પત્રમાં જાહેર કર્યું હતું કે તેઓ સરકારમાં એકતા બનાવવામાં સફળ થયા હતા. આ સમય છે ઈઝરાયલી કાયદાને લાગુ કરવાનો અને ઝિયોવાદના ઈતિહાસમાં બીજું ગૌરવપૂર્ણ પ્રકરણ લખવાનો છે, એમ તેમણે કહ્યું હતું. જુલાઈ મહિનામાં તેઓ દેશમાં સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન પદ પર રહેનારા નેતા બન્યા હતા. ગુરુવાર શપથ લેવાના હતાં પણ સત્તાધીશ પક્ષ લિકુદ પાર્ટીમાં મંત્રી પદ અંગે વિવાદ થતા કાર્યક્રમને મોકુફ રાખ્યો હતો.