બેન્ગલોરમાં ફેશન શોમાં રેમ્પ પર બોલીવુડ અને ટીવીના 35 કલાકારો


પંકજ સોની, અરહમ જ્વેલ્સ અને અનિલ ચોપડાની આગેવાનીમાં ફેશન શો બેન્ગલોરમાં યોજાયો હતો. અરહમ જ્વેલ્સ સિલ્વર એક્સેસરીઝ માટે ઓનલાઇન સ્ટોર છે. સિલ્વર મોમેન્ટ્સનું લોન્ચિંગ બોલીવુડ અને ટીવી કલાકારો અને ટોચની મોડેલોના ભવ્ય ફેશન શોમાં થયું હતું. ફેશન શો દરમિયાન નવા સ્ટોરના દાગીનાનું કલેક્શન ઉપરાંત 2018 માટે પંકજ સોનીના ડિઝાઇનિંગ સ્ટુડિયોનું નવું કલેકશન પણ દર્શાવવામાં આવ્યું હતું.
ફેશન શો દરમિયાન અભિનેત્રી ઊર્મિલા માતોંડકર અને સોનુ સુદ શો સ્ટોપર્સ બન્યાં હતાં. અનિરુદ્ધ દવે, અજય ચૌધરી, મૃણાલ જૈન, એલન કપૂર, સારા ખાન, હિમાંશુ સોની, આમિર અલી, રશ્મિ દેસાઈ, રાખી સાવંત, ગરિમા જૈન, નિશા પારેખ, કંગના શર્મા, રિદ્ધિમા તિવારી વગેરેએ રેમ્પવોક કર્યું હતું.
પંકજ સોનીએ કહ્યું કે ‘આ સિલ્વર મોમેન્ટ્સ વેન્ચર છે, જે લાંબા સમયથી કરવાનું વિચારતા હતા. અરહમ જ્વેલ્સના અનિલ ચોપડા સાથેના સહયોગથી અમે ખુશ છીએ. સિલ્વર મોમેન્ટ્સ એવા દરેક પુરુષો અને મહિલાઓ માટે છે, જે પોતાના માટે ચાંદી ખરીદવા માગે છે. (ગુજરાત ટાઇમ્સ સંકલન