બેન્ક ડૂબી તો ખાતાધારકોને ૯૦ દિવસમાં મળી જશે નાણા

 

નવી દિલ્હીઃ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક (પીએમસી), યસ બેન્ક, લક્ષ્મીવિલાસ બેન્ક જેવી બેન્કોના પરેશાન ગ્રાહકોને સરકારે  મોટી રાહત આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે યોજાયેલી બેઠકમાં  ડીઆઇસીજીસી કાયદામાં બદલાવને મંજૂરી આપી છે. હવે તેના વિશેના ખરડાને સંસદમાં  મૂકવામાં આવશે, જેનાથી કોઇ બેન્કના ડૂબવા પર વીમા અંતર્ગત ખાતાધારકોને પાંચ લાખ સુધીની રકમ ૯૦ દિવસની અંદર મળી જશે. 

નાણામંત્રી નિર્મલા સીતારામને  કેબિનેટમાં  યોજાયેલી બેઠકમાં  નિર્ણયની જાણકારી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા સાથેની કેબિનેટ બેઠકમાં ડિપોઝિટ એસ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન કાયદામાં સંશોધનને મંજૂરી આપવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું કે, કેબિનેટે આજે એસ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન બિલ, ૨૦૨૧ને મંજૂરી આપી દીધી છે. આ ખરડાને સંસદના ચોમાસુ સત્રમાં રાખવામાં આવશે. આ સુધારાથી ખાતાધારકો અને રોકાણકારોના નાણાંની સુરક્ષા મળશે. આ મંજૂર થયા બાદ કોઇ બેન્કના ડૂબવા પર વીમા અંતર્ગત ખાતાધારકોને પૈસા ૯૦ દિવસની મર્યાદામાં મળી જશે. 

તેમણે કહ્યું કે આ અંતર્ગત કોમર્શિયલ સંચાલનવાળી બધી બેન્કો આવી જશે, ભલે તે ગ્રામીણ બેન્ક પણ કેમ ન હોય. ડીઆઇસીજીસી  અસલમાં ભારતીય રિઝર્વ બેન્કની સબસિડરી છે અને તે બેન્ક જમા રકમ પર વીમો ઉપલબ્ધ કરાવે છે. અત્યાર સુધી એ નિયમ હતો કે, જમાકર્તાઓને પાંચ લાખ રૂપિયાના વીમા પર પણ ત્યાં સુધી પૈસા નહીં મળે.