બેન્ક કર્મચારીઓના યુનિયનની માંગણીઃ રિઝર્વ  બેન્કના ગવર્નર ઉર્જિત પટેલ રાજીનામું આપે…

0
1050

પીએનબી ગોટાળાનું પ્રકરણ વિશ્વભરમાં ગાજી રહ્યું છે. કોઈ સીધેસીધી જવાબદારી સ્વીકારતું નથી. આ કૌભાંડ માટેસૌથી વધુ જવાબદારી ભારતની રિઝર્વ  બેન્કના વહીવટીતંત્રની હોવાનું કહીને ભારતના અગ્રણી બેન્ક કર્મચારી યુનિયને રિઝર્વ બેન્કના વર્તમાન ગવર્નર ઉર્જિત પટેલના રાજનામાની માગણી કરી હોવાનું જાણવા મળ્યું હતું. ભારતના અર્થતંત્રને અસરકારકતાથી ચલાવવાની તેમજ અન્ય બન્કોના કાર્યો પર ચાંપતી નજર રાખવાનું અને આચાર સંહિતા ઘડવાનું કામ કરતી રિઝર્વ બેન્કે આ અંગે પોતાનો પક્ષ રજૂ કરવો જ રહ્યો.