બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ જરદારીના પ્રચાર- કાફલા પર કરવામાં આવેલો હિંસક હુમલો – બિલાવલને નિશાન બનાવવાનો પ્રયાસ

0
849

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના માજી અધ્યક્ષ બેનઝીર ભુટ્ટોના રાજકારણી પક્ષ બિલાવલ જરદારી પર તાજેતરમાં તેમના ચૂંટણી મત- વિસ્તાર લ્યારીમાં હુમલો કરવામાં આવ્યો હોવાનું આધારભૂત માહિતી સૂત્રોએ જણાવ્યું હતું. બિલાવલ લ્યારી ખાતે પોતાના મત- વિસ્તારમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના કાર્યકરો અને પ્રચારકોના કાફલા સાથે ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. તેમને જોઈને દેખાવકારોએ બિલાવલ વાપસ જાઓના નારાઓ પોકાર્યા હતા. આશરે 100 જેટલા દેખાવકારોના ટોળાએ બિલાવલના કાફલા પર લાકડી અને પથ્થરમારાથી હુમલો કર્યો હતો. તોફાની દેખાવકારોનો આશય બિલાવલ  પર નિશાન સાધવાનો હતો. આ કાફલામાં મોટરકારો સહિત અનેક વાહનોને નુકસાન થયું હતું. તેમજ કેટલાક લોકો ઘાયલ થયા હતા. જો કે આ હુમલામાં બિલાવલને કશી ઈજા થઈ નહોતી. બિલાવલે એક જાહેર નિવેદન કરીને જણાવ્યું હતું કે, હું આવા હુમલાથી ગભરાતો નથી. લ્યારી મારા લોહીમાં છે. હુ અમારી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ઘોષણાપત્ર લઈને પાકિસ્તાનના ખૂણેખૂણાની મુલાકાત લઈશ. આફમે સહુએ મળીને આ હિંસક તત્વોને પરાજિત કરવાના છે. તેમની સામેો હાર કબૂલ કરવાની નથી. આ પ્રકારની હિંસાખોરી અને અનિષ્ટ તાકાતો મને હરાવી શકશે નહિ.