બેઝોસ પર્યાવરણની જાળવણી માટે રૂ. ૭,૮૦૦ કરોડનું ભંડોળ આપશે

 

વોશિંગ્ટનઃ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે પર્યાવરણની જાળવણી માટે ૭૮૦૦ કરોડનું ભંડોળ ફાળવવા પ્રતિબદ્ધતા દર્શાવી છે. મીડિયા અહેવાલ અનુસાર ભંડોળનો મુખ્ય લક્ષ્યાંક ૨૦૩૦ સુધીમાં પૃથ્વી પરની જમીન અને દરિયાના ૩૦ ટકા હિસ્સાની જાળવણી કરવાનો હશે. આ ભંડોળ બેઝોસ અર્થ ફંડનો ભાગ હશે.  ઉલ્લેખનીય છે કે, જેફ બેઝોસે ૨૦૨૦માં ક્લાઇમેટ ચેન્જના પડકારને પહોંચી વળવાના ભાગરૂપે ૧૦ અબજ ડોલરનું આ ફંડ લોન્ચ કર્યું હતું. જૂથ ચાલુ વર્ષથી નાણાની ફાળવણી શરૂ કરશે. વિશ્વના જે વિસ્તારોમાં નોંધપાત્ર જરૂરિયાત અને તક હશે તેમજ જે દેશોમાં પ્રકૃતિની જાળવણી માટે મજબૂત ઇરાદો હશે તેને ભંડોળની ફાળવણીમાં પ્રાથમિકતા આપાશે એવી માહિતી વોશિંગ્ટન પોસ્ટે આપી હતી. અર્થ ફંડના નિવેદન અનુસાર જેફ બેઝોસે જમીન અને દરિયાના ૩૦ ટકા હિસ્સાની રક્ષાનો ટાર્ગેટ એટલા માટે નિર્ધારિત કર્યો છે કારણ કે તેને લીધે પૃથ્વી પરની ૮૦ ટકા વનસ્પતિ અને પશુ-પક્ષીઓની પ્રજાતિની જાળવણી થઈ શકશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here