બૃહદ મુંબઇના ગુજરાતી સમાજના હોદ્દેદારોનું સન્માન

મુંબઇ: બૃહદ મુંબઇ ગુજરાતી સમાજ 30 ડિસેમ્બરના 38 વર્ષ પૂરા કરી 39મા વર્ષમાં પ્રવેશ કરશે. એ નિમિત્તે પ્રમુખ હેમરાજ શાહ કે જેમણે બૃહદ મુંબઇ ગુજરાતી સમાજનું પ્રમુખપદ સતત 25 વર્ષ સંભાળ્યું અને નવનીત ગુજરાત સમાજ ભવનનું નિર્માણ કર્યું અને સમાજની સ્થાપના કરી તે બદલ મહામંત્રી રાજેશ રતિલાલ દોશી તેઓએ સમાજમાં 1996થી 2023 સુધી માનદ્ મહામંત્રી પદ સંભાળ્યું છે અને ખજાનચી લખમશી એમ. શાહ કે જેમણે વર્ષ 1985થી 2014 અને વર્ષ 2018થી 2023 સુધી સતત ખજાનચી પદ સંભાળ્યું છે તેમનું સન્માન સાંજે 4 વાગ્યે નવનીત ગુજરાત સમાજ ભવન, જોગેશ્વરી (પશ્ચિમ) ખાતે કરવામાં આવશે. હાલના અધિકારીઓ, સંસ્થાપક અધ્યક્ષ: હેમરાજ શાહ, અધ્યક્ષ: ડો. નાગજી રીટા, ઉપાધ્યક્ષ: અરવિંદ હેમરાજ શાહ, મહામંત્રી: રાજેશ રતિલાલ દોશી, મંત્રી: એડ. પીયૂષ એમ. શાહ અને ખજાનચી: લખમશી એમ. શાહ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here