બૃહદ ન્યુ યોર્ક સિનિયર્સ દ્વારા 21મી એપ્રિલે ટેલેન્ટ શોનું આયોજન

0
705

ન્યુ યોર્કઃ બૃહદ ન્યુ યોર્ક સિનિયર્સ દ્વારા ગ્રેટર ન્યુ યોર્કમાં સમુદાયના લાભાર્થે ટેલેન્ટ શોનું આયોજન 21મી એપ્રિલ, શનિવારે સાંજે ચારથી સાત દરમિયાન કરાયું છે. આ ટેલેન્ટ શો હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, 143-09 હોલી એવન્યુ, ફ્લશિંગ, ન્યુ યોર્કમાં યોજાશે.
અજના ડાન્સ કંપની બોલીવુડના ડાન્સ રજૂ કરશે. આ ઉપરાંત મંજરી પરીખ, પ્રશાંત શાહ-કથક ગુરુ, સોફિયા સાલીનગારોસ ડાન્સ રજૂ કરશે.
ન્યુ યોર્કના કથક કોરિયોગ્રાફર પ્રશાંત શાહનાં શિષ્યો રાધા વરદાન, નિકિતા અગરવાલ, કરિશ્મા શર્મા પરફોર્મ કરશે.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડો. જતીન શાહ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત માસ્ટર ઓફ સેરેમની પ્રશાંત શાહ કરશે.
આ પ્રસંગે મિનિલા શાહ પણ હાજર રહેશે. કોઓર્ડિનેટર તરીકે ગોપી ઉદ્દેશી સેવા આપશે. જાણીતા મેડિકલ પ્રોફેશનલ ડો. જતીન શાહને સમુદાય અને તબીબી ક્ષેત્રે આપેલા પ્રદાન બદલ સન્માનિત કરવામાં આવશે.
મુખ્ય યજમાન હર્ષદ અને દક્ષાબહેન પટેલ રહેશે. દીપપ્રાગટ્ય મુકુંદ અને પદ્માબહેન મહેતાના હસ્તે થશે. કાર્યક્રમને ‘વોઇસ’ દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો છે.