બુધ્ધિજીવી મુસ્લિમ સમુદાય- ઈન્ડિયન મુસ્લિમ ફોર પીસ સંસ્થાનો પ્રસ્તાવ -અયોધ્યાની વિવાદિત જમીન રામ મંદિર બનાવવા માટે ભેટ આપો

0
551

અયોધ્યા રામ-મંદિર જમીન વિવાદના કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં અંતિમ તબક્કામાં પ્રવેશી છે. સર્વોચ્ચ અદાલત- સુપ્રીમ કોર્ટ આ કેસનો શું ચુકાદો આપે છે તેના પર તમામ ભારતવાસીઓની નજર મંડાયેલી છે. આ દરમિયાન દેશમાં શાંતિ અને એકતાનું વાતાવરણ  કાયમ રહે એ માટે અરસપરસની સંમતિ અને સહકારથી આ વિવાદનો ઉકેલ લાવવા માટે શકય હોય તે તમામ વિકલ્પો શોધવાની કોશિશ કરવામાં આવી રહી છે. અમાં મુસ્લિમ બુધ્ધિજીવીઓ પણ હકારાત્મક રીતે આગળ આવ્યા છે. 

   મુસ્લિમ બુધ્ધિજીવીઓના એક સમૂહે વાતચીત દ્વારા આ વિવાદનો ઉકેલ લાવવા પર ભાર મૂક્યો છે. ઈન્ડિયન મુસ્લિમ ફોર પીસ સંસ્થા અંતર્ગત, બોલાવવામાં આવેલા બુધ્ધિજીવીઓના સંમેલનમાં તમામ લોકોે એકસૂરે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનાો ચુકાદો મુસ્લિમ પક્ષની તરફેણમાં આવે તો પણ આ વિવાદિત જમીન રામ મંદિર માટે આપી દેવી જોઈએ.  ભારતના લોકો શાંતિ ચાહે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત થશે. પરંતુ સૌથી યોગ્ય વાત એ છેકે, સાંતિપૂર્વકના સમાધાનથી આ વિવાદનો ઉકેલ લાવવામાં આવે. કેન્દ્ર સરકાર મુસ્લિમોના અન્ય ધાર્મિક સ્થળોની સુરક્ષા નિશ્ચિત કરે.