બુધવારે જેડીએસના નેતા  કુમારસ્વામીનો મુખ્યમંત્રી તરીકે શપથ- વિધિ યોજાયો છે

0
855

 

IANS

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી બાદ આવેલાં પરિણામોએ  કર્ણાટકના રાજકારણની તાસીર બદલી નાખી છે..તદબીરનો( યુક્તિ- પ્રયુક્તિ, ચાલાકી) નો ઉપયોગ કરીને પણ ભાજપના પ્રમુખ અમિત શાહ વિધાનસભામાં બહુમતી મેળવી શક્યા નહિ. યેદિયુરપ્પાએ આત્મવિશ્વાસના અભાવે ફલોર પર બહુમતીના પારખાં થાય તે પહેલા જ રાજીનામું આપી દીધું હતું. કર્ણાટકમાં બહુમતી સાબિત કરવાના  ભાજપના નાટક પર પરદો પડી ગયો. ત્યારબાદ સત્તાની લગામ ભાજપ અને જેડીએસના હાથમાં આવી છે. . ક્રાંતિ સ્ટેડિયમમાં શપથવિધિ કરાશે. બિનભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોને શપથવિધિમાં ઉપસ્થિત રહેવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં મમતા બેનર્જી, માયાવતીજી, અખિલેશ યાદવ , ચંદ્રાબાબુ નાયડુ અને ચંદ્રશેખર રાવનો સમાવેશ થાય છે. કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધન પાસે 116 ધારાસભ્યો છે. આમ છતાં કુમારસ્વામીની આગામી સરકાર કેટલું શાસન કરશે એ વિષે રાજકીય પંડિતો સંદેહ વ્યક્ત કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here