બીસીસીઆઈનું અધ્યક્ષપદ સંભાળ્યા બાદ સૌરવ ગાંગુલીએ પત્રકાર પરિષદમાં એલાન કર્યુઃ હું બોર્ડનું સંચાલન એ રીતે જ કરીશ, જે રીતે મેં ભારતની ક્રિકેટ ટીમનું કેપ્ટન તરીકે સંચાલન કર્યું હતું. ..

0
740

   ભારતની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે, હું બોર્ડનું કામકાજ એ જ રીતે સંભાળીશ, જે પ્રમાણે મેં મારા કેપ્ટનશિપના કાર્યકાળ દરમિયાન ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું. તેમમે મહાન ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીની વાત કરતાં કહ્યું હતું કે, ચેમ્પિયન જલ્દીથી નિવૃત્ત નથી થતા, તેમની શ્રમતા જલ્દી ખતમ  થઈ જતી. મહેન્દ્ર સિંહ ધોની એક સક્ષમ અને પ્રતિભાશીલ ખેલાડી છે. હું જયાં સુધી અહી બોર્ડના અધ્યક્ષ તરીકે કામગીરી સંભાળું છું ત્યાંસુધી દરેક વ્યક્તિનું સન્માન કરવામાં આવશે. ધોની ગયા જુલાઈ મહિનામાં વર્લ્ડકપની રમત પત્યા બાદ ભારતની ટીમમાં નથી. તેમણે ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ આગામી ડિસેમ્બર મહિનાથી ફરી ક્રિકેટમાં સક્રિય બનશે. ભારતની હાલની ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી વિષે તેમણે કહ્યું હતું કે, હું ગુરુવારના દિવસે કોહલીને મળવાનો છું. તઓ જે ઈચ્છે છે. તેનું હું સમર્થન કરવાનો સંભવિત પ્રયાસ કરીશ. 

     સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે, મને ખરેખર જાણ નથી કે, મહેન્દ્ર સિંહ ધોનીના મનમાં શું ચાલી રહ્યું છે. પરંતું તેમની કક્ષાના ખેલાડીને આદર આપવામાં આવશે. તેઓ ભારતીય ક્રિકેટના મહાન ખેલાડીઓમાંના એક છે. લાંબા સમયથી તેઓ ભારતીય ટીમની સાથે સક્રિય રહ્યા છે, એ વાત માટે ટીમ ગૌરવ અનુભવે છે. 

   સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટ ટી-20 આગામી 9 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. એવી શક્યતા છે કે, ધોની વેસ્ટઈન્ડિઝ સામેની મેચમાં ભારતની ટીમ વતી રમશે. જો કે હજી એ વાતની કોઈ સપષ્ટ જાણકારી પ્રાપ્ત થઈ નથી. 

 સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે, કેપ્ટન વિરાટ કોહલી બેહદ મહત્વપૂર્ણ વ્યક્તિ છે. તેમની વાત અમે ધ્યાનથી સાંભળીશું. પરસ્પર એકમેકનો આદર કરવામાં આવશે. મારી કામગીરી સરળ અને પ્રમાણિકતાથી કરીશ. ઈમાનદારી અને ભ્રષ્ટાચાર મુક્ત વાતાવરણને ભોગે કોઈ કામગીરી નહિ કરવામાં આવે. 

  સૌરવ ગાંગુલીએ બુધવારે 23મી ઓકટોબરના બોર્ડના અધ્યક્ષપદનો કાર્યભાર સંભાળ્યો હતો. તે બીસીસીઆઈના 39મા અધ્યક્ષ બન્યા છે. એસાથે જ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી પ્રશાસક કમિટીને વિખેરી નાખવામાં આવી હતી. સૌરવ ગાંગુલીની અધ્યક્ષપદ માટે બિનહરીફ વરણી થઈ હતી. તેઓ આગામી જુલાઈ, 2020 સુધી આ સ્થાન પર રહેશે. ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહની બોર્ડના સચિવપદે, અનુરાગ ઠાકુરના ભાઈ અરુણ ધૂમલની ખજાનચી પદે અને ઉત્તરા ખંડના મહિમ વર્માની ઉપાધ્યક્ષપદે તેમજ કેરલ નિવાસી જયેશ જયોર્જની સંયુક્ત સચિવના પદે વરણી કરવામાં આવી હતી. 

      સ્પષ્ટવક્તા, ઠરેલ અને ગંભીર વ્યક્તિત્વ તેમજ સહુને સાથે રાખીને કામ કરવાની ઈચ્છાશક્તિ ધરાવના સૌરવ ગાંગુલી માત્ર 9-10 મહિના સુધી જ બોર્ડનું અધ્યક્ષપદ સંભાળશે. તેમના નેતૃત્વ હેઠળ બીસીસીઆઈ સ્વચ્છ અને દમામદાર રીતે કામગીરી બજાવશે એવી  અપેક્ષાઓ ક્રિકેટના ચાહકો રાખી રહ્યા છે