બીસીસીઆઈના ચેરમેન પદે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીની પસંદગી કેમ કરવામાં આવી – એ અંગે થતી ચર્ચાઓ

0
1050

બીસીસીઆઈ દેશમાં સૌથી શ્રીમંત રમતગમતની એકમાત્ર સંસ્થા છે. તેની પાસે અબજો રુપિયાનું ભંડોળ છે. બીસીસીઆઈ- બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઓફ ઈન્ડિયા પાસે ક્રિકેટની રમત અને રાષ્ટ્રીય  ખેલાડીઓ વિષે અંતિમ નિર્ણયો લેવાની સત્તા છે. આ સંસ્થાનું ભારતના ક્રિકેટ જગત પર વર્ચસ્વ છે. જાણીતા ટીવી પત્રકારના જણાવ્યા એઅનુસાર, સૌરવ ગાંગુલીને આ પદ અમસ્તું નથી મળી ગયું. એની પાછળ અનેક પ્રકારની ગોઠવણો કારણભૂત છે. 2021માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે તેમની સામે રજૂ કરી શકાય તેવી પ્રતિભાસંપન્ન તેમજ લોકપ્રિય વ્યક્તિની ભાજપને બહુ જરૂર છે. માનવામાં આવી રહ્યું છેકે, પશ્ચિમ બંગાળના રાજકારણમાં આગામી દિવસો દરમિયાન મહત્વના ફેરફારો થવાના એંધામ વરતાઈ રહ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહના ઉદ્યોગપતિ પુત્ર જય શાહની બીસીસીઆઈના મહામંત્રીપદે વરણી કરવામાં આવી છે અબજો રૂપિયાનું ભંડોળ ધરાવતા બીસસીઆઈ પર હવે ભાજપે કબ્જો મેળવી લીધો છે. સૌરવ ગાંગુલીની સ્વચ્છ અને શાલીન પ્રતિભાનો ભાજપ દ્વારા ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી પદે ભાજપના સત્તાવાર ઉમેદવાર તરીકે ગાંગુલીને રજૂ કરવામાં આવે એવા સંકેત ટવૂટર પરના પ્રતિભાવોમાં રજૂ થઈ રહ્યા છે.