બીસીસીઆઆઈની પ્રશાસક સમિતિએ  ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલ પર મૂકેલો પ્રતિબંધ હટાવી લીધોઃ હવે બન્ને ખેલાડીઓ ટેસ્ટ અને વન-ડે શ્રેણી રમી શકશે.

0
827

કોફી વિથ કરણ – ચેટ શોમાં મહિલાઓ વિષે અબદ્ર ટિપ્પણીઓ કરવા બદલ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ક્રિકેટર કે એલ રાહુલને બીસીસીઆઈએ ક્રિકેટ રમવા માટે પ્રતિબંધિત કર્યા હતા. તેમણે મહિલાઓ વિષે કરેલી અભદ્ર ટિપ્પણીઓ બદલ તમની સોશ્યલ મિડિયાપર સફત ટીકા કરવામાં આવી હતી. તેમના વાર્તાલાપને અશોભનીય ગણાવીને ભારતના ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેમને ઓસ્ટ્રલિયામાં ચાલી રહેલી ટેસ્ટ -શ્રેણીમાંથી બાકાત કરીને ભારત રવાના કરી દીધા હતા. હાલમાં તેની સામે સુપ્રીમ કોર્ટની કમિટી દ્વારા સંપૂર્ણ તપાસ હાથ દરવામાં આવી છે. જયાં સુધી આ કમિટી પોતાની તપાસ પૂરી કરીને નિણૅય ના આપે ત્યાં સુધી આ ખેલાડીઓ કશા બંધન વગર ટેસ્ટ અને વન-ડે  શ્રેણીમાં રમી શકશે. આ ખેલાડીઓના મામલા અંગે તપાસ કરવા સુપ્રીમ કોર્ટ નજીકના ભવિષ્યમાં એક સભ્યની કમિટીની રચના કરશે. એ અંગે આગામી 5મી ફેબ્રુઆરીના સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલ – બન્ને ખેલાડીઓ જો એમને સિલેક્ટ કરવામાં આવશે તો જરૂર રમતમાં ભાગ લઈ શકશે. ભારતમાં રમાનારી ભારત- ઈંગ્લેન્ડ તેમજ ભારત- ઓસ્ટ્રેલિયાની રમતોમાં પણ આ બન્ને ખેલાડીઓ , જો એઓમની પસંદગી કરાશે તો અવશ્ય રમી શકશે.