
તેલંગણા રાષ્ટ્ર સમિતિ( ટીઆરએસ) ના પ્રમુખ કે. ચંદ્રશેખર રાવ બીજી
વેળા રાજ્યના મુખ્યપ્રધાન બન્યા છે. ગુરુવારે રાજ્યભવનમાં રાજ્યપાલ ઈએસએલ નરસિંહને તેમને હોદાંની ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં ટીઆરએસે 119 બેઠકોમાંથી 88 બેઠકો પર વિજય હાંસલ કર્યો હતો. તેમના પ્રધાનમંડળમાં વધુમાં વધુ 18 સભ્યો હશે એવું માનવામાં આવે છે. કે. ચંદ્રશેખર રાવે પોતાની કેબિનેટમાં દરેક વર્ગના સભ્યોને પ્રતિનિધિત્વ આપવાની વાત કરી હતી.