બીએપીએસ ચરેરટીઝ પાર્સિપેની આયોજિત વોક ગ્રીનમાં ભાગ લેતા ૩૦૦ નાગરિકો

ન્યુ જર્સીઃ ન્યુ જર્સીના પાર્સિપેની શહેરમાં વાર્ષિક બીએપીએસ ચેરિટી વોક ગ્રીન ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમુદાયના તમામ વયજૂથના સભ્યો પોતાના પરિવારો સાથે હાજર રહ્યા હતા. ધ નેચર કન્ઝર્વન્સીના લાભાર્થે ત્રીજી વાર્ષિક બીએપીએસ ચેરિટીઝ વોકેથોન યોજાઈ હતી. આ વોકેથોન બીએપીએસ ચેરિટીઝ અને કેલોલ જી. સિમોન કેન્સર સેન્ટરના લાભાર્થે યોજાઈ હતી.
બીએપીએસ ચેરિટીઝ ૧,૬૫,૦૦૦ ડોલરનો ફાળો આપશે જે ૧,૩૦,૦૦૦ વૃક્ષારોપણ સમાન ગણાશે. ધ નેચર કન્ઝર્વન્સી ૨૦૨૫ સુધીમાં એક અબજ વૃક્ષો વાવવાનું આયોજન છે. આ વૈશ્વિક સમર્થનમાં આ વર્ષે બીએપીએસ ચેરિટીઝ વોકેથોનને કેલોલ જી. સિમોન કેન્સર સેન્ટરનું પણ સમર્થન મળ્યું હતું. આ સેન્ટર કેન્સરને લગતી વિવિધ ઇનોવેટિવ ટેક્નોલોજી, મેડિકલ સારવાર, અત્યાધુનિક સેવાઓરૂપી પાડવાનો હેતુ ધરાવે છે.
આ વોકમાં ૩૦૦થી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો. પાર્સિપેનીના દીપક પટેલે જણાવ્યું હતું કે બીએપીએસ ચેરિટીઝને સહાય કરવા માટે અમે અહીં આવ્યા છીએ, જેનું અમને ગૌરવ છે. આ વોકેથોન મારાં બાળકોને પર્યાવરણના જતન માટે, સુરક્ષા કરવા માટે પ્રોત્સાહિત કરશે અને શીખવશે. તેઓ દર વર્ષે વોકેથોનમાં ભાગ લેતા આવ્યા છે.
બીએપીએસની ચેરિટીઝની વિવિધ પ્રવૃત્તિઓ વિશે ડો. બીજલ દવેએ જણાવ્યું હતું કે બીએપીએસ ચેરિટીઝ દ્વારા આયોજિત તમામ કાર્યક્રમોમાં હું હાજર રહું છું. વાર્ષિક વોકેથોન, હેલ્થ ફેર ડે, બ્લડ ડોનેશનલ કેમ્પમાં હું હાજર હોઉં છું.
ઉલ્લેખનીય છે કે બીએપીએસ ચેરિટીઝ પાંચ ખંડમાં નવ દેશોમાં સક્રિય છે, જે હેલ્થ અવેરનેસ, શૈક્ષણિક સેવા પૂરી પાડે છે.