બિહારમાં ‘અગ્નિપથ યોજના’ના વિરોધમાં અનેક શહેરોમાં આગચંપી

 

બિહારઃ બિહારના યુવાઓને સેનામાં ભરતી માટે સરકારની અગ્નિપથ યોજના બહુ પસંદ પડી હોય તેવું લાગતું નથી. રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્વારા યોજનાની જાહેરાત થતા જ શરૂ થયેલો વિરોધ હવે બિહારના અલગ અલગ શહેરો સુધી પહોંચી ગયો છે. સેનામાં ભરતી માટે સરકારની અગ્નિપથ યોજનાનો બિહારમાં વિરોધ તેજ બની રહ્ના છે. આ બધા વચ્ચે બિહારના જહાનાબાદ, મુંગેર, છપરા, આરા, નવાદામાં વિદ્યાર્થીઓઍ આગચંપી કરી છે. બક્સર, મુઝફ્ફરપુર, જેવા શહેરોમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્નાં છે. 

મળતી માહિતી પ્રમાણે શોર્ટ ટર્મ સૈનિક યોજના અગ્નિપથને લઈને બિહારના યુવાઓમાં આક્રોશ જોવા મળી રહ્ના છે. આ યોજનાના વિરોધમાં સફિયારસરાય પાસે સેના ભરતી માટે તૈયારી કરી રહેલા કેટલાક યુવાઓઍ સવારની દોડ બાદ સફિયાબાદ ચોક પાસે ટાયરો બાળ્યા અને જૂની સૈનિક પ્રક્રિયા ચાલુ રાખવાની માંગણી કરી છે. 

યુવકોને ઉમર મર્યાદા, કાર્યકાળની મર્યાદા મામલે વાંધો છે. વાઈસ ચીફ ઓફ આર્મી સ્ટાફે અગ્નિપથ યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી. પરંતુ વિરોધ હજુ પણ ચાલું છે. બક્સરમાં રોડ અને રેલ વ્યવહાર ખોરવાયા છે. સેંકડોની સંખ્યામાં યુવકો વિરોધ વ્યક્ત કરી રહ્ના છે. જહાનાબાદમાં થયેલા વિરોધની અસર રાષ્ટ્રીય રાજમાર્ગ ૮૩ અને ૩૧ ઉપર પણ પડી છે. 

જહાનાબાદમાં વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બન્યું છે. રેલવે ટ્રેક જામ કરી રહેલા વિદ્યાર્થીઓઍ પથ્થરમારો કર્યો. ત્યારબાદ પોલીસે વિદ્યાર્થીઓને ખદેડ્યાં છે. અગ્નિપથ યોજનાના વિરોધમાં રસ્તાઓ પર ઉતરી પડેલા વિદ્યાર્થીઓઍ કાકો મોડ નજીક આગજની કરીને નેશનલ હાઈવે ૮૩ અને ઍનઍચ ૧૧૦ને જામ કરતા કેન્દ્ર સરકાર વિરૂદ્ધ ખુબ નારેબાજી કરી. આ બધા વચ્ચે લ્ઝ઼ભ્બ્ અને મીડિયાકર્મીઓનો હુમલામાં માંડમાંડ બચાવ થયો. યુવકોનું કહેવું છે કે જ્યાંરે આગામી ૯૬ દિવસમાં ૪૦ હજારથી વધુ અગ્નિવીરોની નિયુક્તિ થશે તો છેલ્લાં બે વર્ષમાં જે નિયુક્તિ થવાની હતી તેનું શું થશે. આ સાથે જ કાર્યકાળ ઉપર પણ વાંધો છે. યુવાઓનું કહેવું છે કે જ્યાંરે દેશના સાંસદ અને વિધાયકો પાંચ વર્ષ સુધી પોતાની સેવા આપી શકે તો અગ્નિવીરો માટે ફક્ત ચાર વર્ષની જોગવાઈ  કેમ છે.