બિહારના સમાજકલ્યાણ પ્રધાન મંજુ વર્માએ રાજીનામું આપ્યું , તેમના પતિના આરોપી સાથે નિકટના સંબંધો હતા..

0
810

સંમગ્ર બિહાર માટે એક કલંક સમાન ઘટના બની રહેલ મુજફ્ફરપુર બાલિકાગૃહ બળાત્કાર કાંડમાં પોતાના પતિ ચંદ્રશેખર શર્માના આરોપી સાથે નિકટના સંબંધો હોવાની વાત જાહેર થવાથી બિહારના સમાજકલ્યાણ પ્રધાન મંજુ વર્માએ પોતાનું રાજીનામું મુખ્યપ્રધાન નીતિશકુમારનો મોકલી આપ્યું હતું. સીબીઆઈની ટીમે કરેલી તપાસ દરમિયાન એવાત જાણવા મળી હતી કે આરોપી વ્રજેશ ઠાકુર સાથે ચંદ્રશેખર વર્મા પોન દ્વારા સંપર્કમાં હતા. આ બળાત્કાર પ્રકરણને લીધે બિહારના રાજકારણમાં નિત નવા વળાંકો આવી રહ્યા છે