બિહારના લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ ચિરાગ પાસવાને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરે પાસે માગણી કરી કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાની તલસ્પર્શી તપાસ કરવામાં આવે. ….

 

        જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ ચિરાગ પાસવાને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેને ફોન કરીને ખાસ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આ કેસની સરકાર ગંભીરતાથી તપાસ કરાવે.  આ અગાઉ ચિરાગે બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારને પત્ર લખીને આ ઘટનાની તપાસ કરવાની વિનંતી કરી હતી. ફિલ્મ ઉદ્યોગમાં ચાલી રહેલા ગ્રુપિઝમને કારણે સુશાંત સિંહ રાજપૂતને ડિપ્રેશનના ભોગ બનવું પડ્યું અને અંતે તેણે આત્મહત્યા કરવાનું અતિમ પગલું લીધું. બિહારના લોકો માં આ અંગે ખૂબ આક્રોશ છે.સુશાંત સિંહ રાજપૂતના પરિવારને ન્યાય મળવો જોઈએ એવી માગણી ઠેર ઠેર  કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને ચિરાગ પાસવાનને આશ્વાસન આપ્યું હતું કે, તપાસને મામલે કશું ઢીલું મૂકવામાં નહિ આવે. પોલીસતંત્રની ત્રમ ટીમો આ અંગે તપાસ કરી રહી છે. સુશાંતસિંહે કોઈ સુસાઈડ નોટ લખી નહોતી – જેને કારણે એની આત્મહત્યા અંગે અનેક સવાલ ઊઠાવવામાં આવી રહ્યા છે. પોલીસ હાલમાં સુશાંતના ચાહકો, મિત્રો, સ્ટાફ તેમજ અન્ય નિકટની વ્યકિતઓની તપાસ કરી રહી છે્.