બિલ ગેટસ કહે છેઃ કોરોના વાયરસનુંસંકટ બીજા વિશ્વયુધ્ધ જેટલું જ ગંભીર છે, આજની પેઢીને આ મહામારીનો સમય હંમેશા યાદ રહેશે …

0
897

 

    જગતભરમાં જાણીતા અને રહેમદિલ બિલ ગેટસે જણાવ્યું હતું કે, કોરોના બીજા વિશ્વયુધ્ધ જેવું જ ભયંકર છે. પરિસ્થિતિ અતિ ગંભીર છે. કોરોનાને કારણે ઊભીઆ એક પ્રકારનું વિશ્વ- યુદ્ધ જ છે.  થયેલી વિકટ પરિસ્થિતિની સૌથી વધુ અસર અસંગઢિત કામદારો – મજૂરોને થઈ રહી છે. તેમનું જીવન જોખમમાં મૂકાયું છે. પ્રતિકૂળતાએ વધી ગઈ છે. બિલ ગેટસ ફાઉન્ડેશને રાહત માટે 150 મિલિયન ડોલરનું દાન આપ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસની મહામારીને કારણે દુનિયાભરની તમામ માનવાતાવાદી શક્તિઓ એત્ર થઈ ગઈ છે. સહુ એક બનીને  મહામારી સામે જુસ્સાભેર  લડી રહ્યું છે. આ એક પ્રકારનું વિશ્વયુધ્ધ જ છે. આ યુધ્ધમાં સમગ્ર વિશ્વના લોકો એ ક બનીને કોરરોનાને હરાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. 

   હું અને મારી પત્ની મેલિન્ડા બીજા વિશ્વ -યુધ્ધની વાતો સાંભળીને મોટા થયાં છીએ. યુધ્ધના સંઘર્ષે કેવી રીતે અમારા વડીલોની પેઢીનું જીવન પરિવર્તિત કર્યું હતું , તેની વાતો અમને ખબર છે. આજની સંકટની ઘડીને દુનિયાની કોઈ પણ વ્યક્તિ જીવનભર ભૂલી નહિ શકે. આગાઉ પણ દાનવીર અને ઉદારદિલના બિલ ગેટસે કોરોના- રાહત ફંડમાં 100 મિલિયન ડોલરનું દાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કોરોના વાયરસને અટકાવવા માટે રસી ( વેક્સિન) કયારે ઉપલબ્ધ થશે એ જાણવા માટે હું આતુર છું. સંશોધકો અને સ્વાસ્થ્ય ત્ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા મળતી માહિતી લાગે છે કે કોરોનાથી રક્ષણ  આપતી દવા પ્રાપ્ત થાં 18 મહિનાનો સમય લાગવાની સંભાવના છે. 9 મહિનાથી 18 મહિનાના સમયગાળા દરમિયાન દવા ઉપલબ્ધ થવાની સંભાવના છે.