બિલ ગેટસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી…

 

                     ભારતમાં કોરોના સંક્રમણના કેસ દિન- પ્રતિદિન વધતા જાય છે.15મી માર્ચથી સમગ્ર દેશમાં કરવામાં આવેલું લોકડાઉન 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરવા કટિબધ્ધ છે. તેઓ શક્ય હોય તે તમમ પગલાં કડકાઈ સાથે લઈ રહ્યા છે. તેમની આ કાર્યકુશલતા , મકકમ નિર્ણયશક્તિ , શિસ્ત અને વહીવટી કૌશલની બિલ ગેટસે પ્રશંસા કરી હતી. તેમણે મોદીને વિશ્વના શ્રેષ્ઠ નેતા ગણાવ્યા હતા. લોકડાઉન, સોશ્યલ ડિસટન્સ, આરોગ્ય પધ્ધતિ, સારવારના અનિવાર્ય પગલાં – વગેરેને બિલ ગેટસે બિરદાવ્યા હતા.