બિદડાના જયા રિહેબ સેન્ટરને અમેરિકાસ્થિત કચ્છી દાતા દ્વારા વ્હીલચેરની ભેટ

0
1090

શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રિહેબ સેન્ટરમાં સારવારાર્થે આવતા દિવ્યાંગજનોની સુવિધા માટે અમેરિકાસ્થિત કચ્છી દાતાએ બે વ્હીલચેર ભેટ આપી છે. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં મૂળ વુજપુરના અને હાલ અમેરિકાસ્થિત ડોરોથી અને પીટર ભેદા દર વર્ષે વિવિધ સાધનો ભેટ આપે છે. દિવ્યાંગજન આરામથી હરીફરી શકે અને તેમાં તેને ટ્રેનિંગ આપી શકાય તેવી મોટરાઇઝ્ડ વ્હીલચેર તથા વ્હીલચેરમાં બેઠાં બેઠાં ઊભા થઈ હલનચલન કરી શકે તે માટે સ્ટેન્ડિંગ મોટરાઇઝ્ડ વ્હીલચેર ભેટ આપી છે. આ પ્રસંગે ટ્રસ્ટના ચેરમેન વિજય છેડાએ કહ્યું કે જયા રિહેબ સેન્ટર દિવ્યાંગજનોના પુનર્વસન માટે 17 વર્ષથી કાર્યરત છે.