
ભારતમાં બ્લોક બ્લસ્ટર પુરવાર થયેલી ફિલ્મ બાહુબલીએ જાપાનીઓને ઘેલાં કરી દીધા છે. જાપાનમાં આ ફિલ્મે 100 દિવસ પૂરાં કર્યા છે. એની ઉજવણી કરવા નિમિત્તે જાપાનમાં એક પ્રદર્શન યોજાયું હતું. તેમાં ભાગ લેવા માટે ફિલ્મના ડિરેકટર એસએસ રાજમૌલી તેમજ ફિલ્મના નિર્માતા શોબુ જાપાન આવ્યા હતા. આ સમયે પ્રશંસકોએ તેમને ઢગલાબંધ ભેટો આપી હતી. જેમાં જાતજાતની કલાત્મક વસ્તુઓનો સમાવેશ થતો હતો.