

બાહુબલી-2ને જવલંત સફળતા મળી હતી. એણે ટિકિટ બારી પર તેમજ લોકપ્રિયતા હાંસલ કરવાબદલ ઈતિહાસ સર્જ્યો હતો. વિવિધ ભાષાઓમાં રજૂ થયેલી આ ફિલ્મે પ્રેક્ષકોને ફરી કાલ્પનિક ભવ્યતા અને ઐતિહાસિક કથાનકવાળી ફિલ્મોમાં રસ લેતાં કરી દીધા છે. 28 એપ્રિલ ,2017માં પ્રદર્શિત થયેલી બાહુબલી-2 ભારતની તમામ ભાષાઓના ફિલ્મ- ઉદ્યોગની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મનું માન મેળવ્યું હતું. હવે પોતાની આગામી ફિલ્મમાં રાજામૌલી જુનિયર એનટીઆર અને અભિનેતા રામચરણને એકસાથે રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. રાજામૌલીની આ નવી ફિલ્મનું ટાઈટલ છેઃ આર.આર. આર…