બાળ ઠાકરે પર બની રહેલી બાયોપિકમાં બાળ ઠાકરેનું પાત્ર ભજવે છે નવાઝુદી્ન સિદી્કી

0
856
File photo of Shiv Sena leader Bal Thackeray in Mumbai, October 18, 2002. REUTERS/Stringer/Files
REUTERS

શિવસેનાના સ્થાપક પ્રમુખ અને મરાઠી  પ્રજાની અસ્મિતાના રખેવાળ બાળ ઠાકરે પર બાયોપિક બની રહી છે. જેમાં પ્રતિભાશાળી અભિનેતા નવાઝુદી્ન સિદી્કી બાળાસાહેબ ઠાકરેની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ભૂમિકા બાબત પોતાનો પ્રતિભાવ આપતાં તેમણે કહ્યું હતું કે, બાળાસાહેબની ભૂમિકા ભજવવાનો અનુભવ સાવ અલગ છે. અનોખો છે. એ મારા માટે જીવનભરની સ્મૃતિ બની રહેશે. બાળાસાહેબનું વ્યક્તિત્વ પારદર્શક હતું. તેમણે આમ આદમીને સશક્ત અને સામર્થ્યવાન બનાવવાનો પુરુષાર્થ કર્યો હતો. તેમની ભૂમિકા ભજવવી એ મારા માટે જીવનભરનો એક અમૂલ્ય અને યાદગાર અનુભવ છે.