બાયડેનના ભારત તરફી વલણથી છંછેડાયેલા ચીનની બંને દેશોને ધમકી

Reuters

 

બેઇજીંગઃ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર પછી ચીનને એવી આશા હતી કે નવા રાષ્ટ્રપતિ જો બાયડેનનો ભારત તરફ ઓછો ઝુકાવ હશે, અને ભારત-અમેરિકા વચ્ચેના મજબૂત સંબંધો થોડા નબળા બનશે. પણ ખરેખર એવું બન્યું નહીં. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ કે જેમણે બુધવારે કાર્યભાર સંભાળ્યો એવા જો બાયડેન અને તેમના વહીવટ તંત્રને ભારત પ્રત્યે ખૂબ આદર અને સન્માન છે. ભારત અને અમેરિકા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ સારા સંબંધો હતા એ વાત બધા જ જાણે છે, પણ શું જો બાયડેનના આવ્યા પછી પણ બે દેશો વચ્ચેના સંબંધો ગાઢ રેહશે કે કેમ તે અંગે ઘણાને પ્રશ્ન અને શંકાઓ હતી. જો કે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાયડેને સ્પષ્ટ કહી દીધું છે કે ભારત તેમનો મિત્ર દેશ છે, ભારત તેમના માટે એક મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે અને બંને દેશો વચ્ચેનો સંબંધ મજબૂત જ રહેશે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિના આ સ્પષ્ટીકરણ પછી ચીનના પગ નીચેથી જમીન સરકી ગઇ છે. કારણ કે ચીન તો એ જ તાકમાં બેઠું હતું કે ક્યારે ભારત એકલું અને નબળું પડે અને તે ભારતમાં ઘૂષણખોરી કરી પગ-પેસારો કરે.

ચીનની મુસીબત એટલે પણ વધી ગઇ છે કારણ કે ભારત નરેન્દ્ર મોદી જેવા મજબૂત વડા પ્રધાનની નેતાગીરી હેઠળ છે. એટલે જ તો છેક જૂન મહિનાથી ભારતમાં ગાલવાનમાં ઘૂષણખોરીના પ્રયાસોમાં તેને સફળતા મળી નથી. એટલું જ નહીં ભારતના સંબંધો હવે અન્ય દેશો સાથે એટલા મજબૂત થઇ ગયા છે કે ચીન કોઇ પણ હરકત કરે છે કે ભારત પહેલા આ દેશો ચીન પર ચઢી બેસે છે. ચીનને જો બાયડેન પાસે ભારત વિરોધી વલણની બહુ આશા હતી પણ એમ બન્યું નહીં.

પરિણામે ચીનની સામ્યવાદી સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે કેટલાક ભારતીય નિષ્ણાતોએ ભારત સાથે યુ.એસ. સાથે તિબેટ કાર્ડ રમવા સૂચન કર્યું છે. પરંતુ જો ભારત આવું કરશે તો બંને દેશો વચ્ચેનો સંબંધ સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે. ગ્લોબલ ટાઇમ્સમાં લખાયું છે કે તિબેટ ચીનનો ભાગ છે અને તેમાં કોઈ દખલ સહન કરવામાં આવશે નહીં