બાબા રામદેવે મોદી સરકારને આપી  ચેતવણીઃ મોંધવારીની આગ બુઝાવવી પડશે, નહિતર આગામી ચૂંટણીમાં જીતવું  સરકાર માટે મુશ્કેલ બનશે…

0
724

 

યોગગુરુ બાબા રામદેવે નરેન્દ્ર મોદી સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચેતવતા કહયું હતું કે, મોંધવારીની વધી રહેલી આગને  નહિ ઠારો, તો ચૂંટણીમાં તમને અવશ્ય મુશ્કેલી પડશે..પતાંજલિ સાથે સંબંધિત કેટલાક ઉત્પાદનોને લોન્ચ કરવા માટે આયોજિત સમારંભમાં બોલતાં તેમણે કહ્યું હતું કે, રૂપિયાની કિંમત ઘટવી ન જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પતંજલિ કંપની દ્વારા આશરે 20 હજાર જેટલા લોકોને રોજગાર આપવામાં આવ્યો છે. દેશમાં વધતી રહેલી મોંધવારી અંગે પોતાનો પ્રતિભાવ રજૂ કરતાં બાબા રામદેવે કહ્યું હતું કે, દેશમાં મોંઘવારી વધી રહી છે. અમે ડિઝલ અને પેટ્રોલને સસ્તા નથી કરી શકતા, કેમકે તે અંગેનો અધિકાર સરકાર પાસે છે. જે વસ્તુ અમારા નિયંત્રણમાં છે, તે બાબત લોકોને ફાયદો થાય એવો પ્રયાસ અમે કરીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બધું જાણે છે. કોઈ બાબત એમની જાણ બહાર નથી. 2019ની ચૂંટણીનો મહાસંગ્રામ આવી રહયો છે. મોંધવારીની આગ બુઝાવવી જરૂરી છે, નહિતર એ સરકારને મોંઘું પડશે.