બાબરી મસ્જિદ- રામ જન્મભૂમિ વિવાદની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 14મી માર્ચે  થશે

0
707

બાબરી મસ્જિદ – રામ- જન્મભૂમિ વિવાદ કેસમાં વિવાદાસ્પદ જમીનની માલિકી નક્કી કરવા અંગે દેશની સુપ્રીમ કોર્ટ આગામી 14 માર્ચના દિને કેસની સુનાવણી હાથ ધરશે એમ આજે વડી અદાલત દ્વારા જણાવવવામાં આવ્યું હતું. આજે 8 ફેબ્રુઆરીના દિવસે કેસની રજૂઆત દરમિયાન સંબંધિત પક્ષો દ્વારા જરૂરી દસ્તાવેજ તેમજ અનુવાદના પાના પેશ કરવામાં આવ્યા નહોતા. સુપ્રીમ કોર્ટના વડા ન્યાયાધીશ શ્રી દીપક મિશ્રા  તેમજ અન્ય બે ન્યાયાધીશો – અશોક ભૂષણ અને એસ એ નઝીરનની બનેલી બેન્ચ દ્વારા આ સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતુંકે, આ વિષય અતિ સંવેદનશીલ હોવાથી ખૂબ જ ગંભીરતા રાખીને એ હાથ ધરવો અનિવાર્ય છે. સુપ્રીમ કોર્ટે કેસ સાથે સંકળાયેલા તમામ પક્ષકારોને તાકીદ કરી છે કે, કેસ સાથે સંબંધિત તમામ દસ્તાવેજ ઉપલબ્ધ કરી લેવામાં આવે. જેથી કેસની સુનાવણી ટાળી શકાય નહિ.

સુપ્રીમ કોર્ટેવધુમાં ઉમેર્યું હતું કે, આ કેસને જમીન માલિકીના વિવાદ તરીકે જ હાથ ધરવામાં આવશે. કોઈ પણ પ્રકારની રાજકીય  કે ભાવનાત્મક બાબતોને સ્પર્શતા વિષયોને સાંભળવામાં આવશે નહિ