બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાને ભ્રષ્ટાચારના કેસમાં 5 વર્ષની જેલની સજા

0
777
REUTERS
Reuters

 

ઢાકાની અદાલતે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન બેગમ ખાલિદા ઝિયાને ભ્રષ્ટાચારના ખટલામાં દોષી ઠેરવીને 5 વર્ષની જેલની સજા ફરમાવી છે. ખાલિદા ઝિયા અને તેમના પુત્ર તારિક રહેમાન સહિત પાંચ વ્યકિતઓ વિરુધ્ધ 2-52 લાખ ડોલરના ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અદાલતે સુનાવણી પૂર્ણ થયા બાદ તેમને દોષિત જાહેર કર્યા હતા. ખાલિદા ઝિયા બાંગ્લાદેશના મુખ્ય વિરોધ પક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી ના વડા છે. તેમના પક્ષના આગેવાનો એવો દાવો કરી રહ્યા છેકે, ખાલિદા ઝિયા આગામી ચૂંટણીમાં ભાગ ના લઈ શકે તેમાટે અવામી લીગે તેમની વિરુધ્ધ કરેલું આ ષડયંત્ર છે.