બાંગ્લાદેશના ટેલિકોમ રેગ્યુલેટરે ભારતની સરહદ પાસેના જન- વિસ્તારોમાં ટેલિકોમ સર્વિસ બંધ કરવાના આદેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ભારત સાથે સંકળાયેલી તેની ( બાંગ્લાદેશની ) સરહદ પરના એક કિલોમીટરના વિસ્તારમાં આગામી નોટિસ ના મળે ત્યાં સુધી મોબાઈલ નેટવર્ક કવરેજ બંધ કરી દેવામાં આવ્યું છે. હાલની – વર્તમાન રાજકીય પરિસ્થિતિને લક્ષમાં રાખીને સલામતી અને સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. આધારભૂત સમાચાર સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, ભારતે હાલમાં જે સિટિઝનશિપ એમેન્ડમેન્ટ બિલ- નાગરિકતા સંશોધન કાયદો પસાર કર્યો હોવાથી તેને લીધે પેદા થયેલી પરિસ્થિતિમાં શકય છે કે ભારતમાંથી ઘણા મુસ્લિમો બાંગ્લાદેશમાં ઘુસવાનો પ્રયાસ કરે, આથી તેમને બાંગ્લાદેશમાં ઘુસણખોરી કરતા રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.