બહુજન સમાજ પાર્ટીના અગ્રણી માયાવતીને પણ હવે વડાપ્રધાન બનવાના કોડ જાગ્યા.

0
643

બસપાના સુપ્રીમો માયાવતીજીએ તો લોકસભાની ચૂંટણીની વિધિસર જાહેરાત થાય તેની પહેલા જ ઘોષણા કરી દીધી હતી કે, તેઓ લોકસભાની ચૂંટણી લડવાના નથી. આમ થતાં તાજેતરમાં એક કાર્યક્રમમાં પ્રવચન આપતાં તેમણે પોતાની મનોકામના વ્યક્ત કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, જો  મને તક મળશે તો હું કેન્દ્રમાં સૌથી સારી સરકારની રચના કરીશ. હું ચાર વખત ઉત્તરપ્રદેશની મુખ્યપ્રધાન રહી ચુકી છું. હું મારા એ અનુભવનો ઉપયોગ લોક- કલ્યાણ માટે કરીશ.
  માયાવતીએ કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.