બળવાખોર યુવા નેતા સચિન પાયલોટ સામે કોંગી મોવડીમંડળની કાર્યવાહી : સચિન પાયલોટને ઉપ- મુખ્યપ્રધાનપદેથી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યા .. 

 

    રાજસ્થાનમાં અશોક ગેહલોતની કોંગ્રેસ સરકાર હાલમાં કટોકટીનો સામનો કરી રહી છે. સચિન પાયલોટ અને મુખ્યપ્રધાન અશોક ગેહલોત પરસ્પર બનતું નથી. સચિન પાયલોટ મહત્વાકાંક્ષી છે. તેઓ કોઈ પણ ભોગે રાજસ્થાનના મુખ્યમંત્રી બનવાની ઈચ્છા ધરાવે છે. તેમણે વિધાયકોની બેઠકમાં હાજરી આપવાનો ઈન્કાર કર્યા બાદ પરિસ્થિતિ વધુ વણસી હતી. આથી કોંગ્રેસે બળવાખોર સચિન પાયલોટ સહિત અન્ય ત્રણ પ્રધાનોની પણ કોબિનેટમાંથી હકાલપટ્ટી કરી હતી. 

  ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી આ બાબત મૌન હતી પરંતુ હવે ભાજપના નેતાઓ સચિન પાયલોટ તેમજ તેમને સમર્થન આપનારા  રાજસ્થાન યુવા કોંગ્રેસના પ્રમુખ તેમજ અન્ય વિધાયકોનો સંપર્ક કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું. માનવામાં આવી રહ્યું છેકે ભાજપ હાલમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યું છે. જો કે રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે કે, મધયપ્રદેશમાં કમલનાથની સરકારના જયોતિરાદિત્ય સિંધિંયાની બગાવતને કારણે જે હાલહવાલ થયા હતા , તેનું પુનરાવર્તન રાજસ્થાનમાં થવાની પૂરી સંભાવના વરતાય છે. સચિન પાયલોટના સમર્થન ગ્રુપના વિધાયક ભંવરલાલ શર્માના જણાવ્યા અનુસાર, 22થી વધુ વિધાયકો પાયલોટના સમર્થનમાં છે, જો ગેહલોત મુખયપ્રધાન પદેથી હટે અને પાયલોટને મુખ્યપ્રધાન બનાવવામાં આવે તો જ અમે પાર્ટી છોડીને ગયેલા વિધાયક પરત ફરીશું.