બળજબરીથી ધર્માંતરણ દેશની સુરક્ષા માટે જોખમીઃ સુપ્રીમ કોર્ટ

 

નવી દિલ્હીઃ બળજબરીથી થતા ધર્માંતરણ અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્નાં હતું કે આ પ્રકારનું ધર્માંતરણ ન માત્ર ધર્મની સ્વતંત્રતા પર અસર કરે છે સાથે સાથે રાષ્ટ્રની સુરક્ષા ઉપર પણ તેની અસર થાય છે. સુપ્રીમ કોર્ટે આ સાથે જ કેન્દ્ર સરકારને કહ્નાં છે કે બળજબરીથી થતા ધર્માંતરણને અટકાવવા માટે શું પગલા લઇ શકાય તે અંગે જવાબ આપવામાં આવે. 

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઍમ. આર. શાહ, હિમા કોહલીની બેન્ચ દ્વારા ઍક જાહેર હિતની અરજીની સુનાવણી કરવામાં આવી હતી. આ જાહેર હિતની અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે અનેક રાજ્યોમાં ધર્માંતરણની ઘટનાઓ વધી રહી છે. જેમાં બળજબરી, લાલચ દ્વારા ધર્માંતરણ થાય છે. આ પ્રકારના ધર્માંતરણને અટકાવવા માટે કડક કાયદો અને નિયમો હોવા જરૂરી છે. આ માટે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારોને આદેશ આપવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી હતી. 

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઍમ. આર. શાહે કહ્નાં હતું કે બળજબરીથી થતુ ધર્માંતરણ દેશની સુરક્ષા માટે ખતરા સમાન છે. બળજબરીથી થતા ધર્માંતરણની અસર ધર્મની સ્વતંત્રતા પર પણ જોવા મળે છે. સુપ્રીમ કોર્ટમાં આ અરજી વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી. તેઓઍ કહ્નાં હતું કે બળજબરી કે લાલચ આપી થતા ધર્માંતરણને અટકાવવા માટે અલગથી કાયદો ઘડી શકાય અથવા જે હાલ કાયદો છે તેમાં તેની અલગથી જોગવાઇ કરવામાં આવે. અરજદાર અને ભાજપના નેતા અશ્વિની કુમાર ઉપાધ્યાયના દાવાઓને લઇને સુપ્રીમ કોર્ટની બેંચે કહ્નાં હતું કે જે પણ દાવો કોર્ટમાં કરવામાં આવ્યો છે જો તે સાચો હોય તો આ અત્યંત ગંભીર મામલો છે. કેમ કે તેની સીધી અસર દેશની સુરક્ષાની સાથે સાથે નાગરિકોના ધર્મ અંગેની સ્વતંત્રતાના અધિકારો પર પણ થાય છે. સુપ્રીમ કોર્ટે કહ્નાં હતું કે બળજબરીથી થતા ધર્માંતરણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર શું પગલા લઇ શકે તે અંગે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરે. આગામી ૨૨મી નવેમ્બર સુધીમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરવાનું રહેશે. 

આગામી સુનાવણી ૨૮મી નવેમ્બરના રોજ કરવામાં આવશે. જ્યારે દલિલો ચાલી રહી હતી ત્યારે સુપ્રીમ કોર્ટે અવલોકન કરતા કહ્નાં હતું કે ધર્મની સ્વતંત્રતા હોઇ શકે પણ બળજબરીના ધર્માંતરણની સ્વતંત્રતા ન હોઇ શકે. તેથી ધર્મની સ્વતંત્રતાને તો સ્વિકારી શકાય પણ બળજબરીના ધર્માંતરણની સ્વતંત્રતા ન આપી શકાય. કેન્દ્ર સરકાર આ પ્રકારના ધર્માંતરણને અટકાવવા માટે શું કરી રહી છે તે સ્પષ્ટ કરે. 

સુપ્રીમ કોર્ટે આ દરમિયાન બંધારણ અંતર્ગત ધર્માંતરણ કાયદેસર છે પણ બળજબરીથી થતું ધર્માંતરણ કાયદેસર નથી. કેન્દ્ર સરકાર વતી હાજર સોલિસિટર જનરલ તુષાર મેહતાઍ કહ્નાં હતું કે કેન્દ્ર સરકાર આ દિશામાં પગલા લઇ રહી છે અને તેનો જવાબ રજુ કરવામાં આવશે. મધ્ય પ્રદેશ અને ઓડિશાઍ આ પ્રકારનો કાયદો ઘડ્યો છે. અને તેને કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવ્યો છે. દરમિયાન તેઓઍ ઍમ પણ કહ્નાં હતું કે આદિવાસી વિસ્તારોમાં અનાજ અને ચોખા દાળ વગેરે આપીને ધર્મ બદલવામાં આવી રહ્ના છે. જવાબ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટની બેંચે કહ્નાં હતું કે તો પછી તમારે આ અંગે પગલા લેવા જોઇઍ. અરજદારે ઍવી દલીલ કરી હતી કે કેટલાક વિસ્તારોમાં લાલચ આપીને ધર્માંતરણ કરાઇ રહ્ના છે જ્યારે કેટલાક વિસ્તારોમાં કાળા જાદૂનો પણ ઉપયોગ કરાઇ રહ્ના છે. ખાસ કરીને અત્યંત ગરીબ લોકોને વધુ ટાર્ગેટ કરવામાં આવી રહ્ના છે. જેમાં આદિવાસી વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here