બલિયા- બકસર હાઈવે પર આશરે 3 કિ.મીના અંતર નિર્ભયાનું ગામ આવેલું છે. ગામના લોકો ઉત્સુકતાથી 22મી જાન્યુઆરીના દિવસની રાહ જોઈ રહ્યા છે

0
1074

 નિર્ભયાના કાકા સુરેશ સિંહે જણાવ્યું હતું કે, આ ઘટના બન્યા બાદ ગામના લોકો દીકરીઓને શહેરમાં ભણવા મોકલતાં ડરે છે. જેમના છોકરાઓ બહાર જઈને ભણે છે , તે બહાર રહે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સંતોષ થાય છે, પણ ન્યાય મેળવવામાં ઘણો વિલંબ થયો એનો અફસોસ પણ થાય છે. નિર્ભયાના ગામના લોકો પોતાની પુત્રીઓને બહાર ભણવા મોકલતા ગભરાયછે, નિર્ભયા કાંડના દોષિતોને સત્વરે ફાંસીની સજા થાય એની સહુ કોઈ રાહ જોઈ રહ્યા છે..

         બલિયા- બકસર હાઈવે પર આશરે 3 કિ.મીના અંતર નિર્ભયાનું ગામ આવેલું છે. ગામના લોકો ઉત્સુકતાથી 22મી જાન્યુઆરીના દિવસની રાહ જોઈ રહ્યા છે.. સુપ્રીમ કોર્ટે ચારે દોષિતોને 22 જન્યુઆરીના ફાંસી આપવા માટેનું ડેથ વોરન્ટ જારી કર્યુ છે. નિર્ભયાનું ગામ બિસ્માર હાલતમાં છે. ગામમાં રસ્તાઓ એટલા  ખરાબ હાલતમાં છેકે, વાહનો ચલાવવાનું પણ મુશ્કેલ બની જાય છે. નિર્ભયાની બહેને પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે, જયાં સુધી દોષિતોને ફાંસી ના થાય ત્યાં સુધી વિશ્વાસ નહિ આવે. લોકોનાં મનમાં હજી સંદેહ છે. 

  નિર્ભયાની પિતરાઈ  બહેને જણાવ્યું હતું કે, બહેન સાથે જે ઘટના બની તેના લીધે સહુ કોઈ ડરેલા છે. એ ડર હજી ગયો નથી. હૈદરાબાદમાં વેટરનરી મહિલા તબીબની ઘટનામાં પોલીસે દોષિતોનું જે એન્કાઉન્ટર કર્યું, તે યોગ્ય હતું. દુષ્કર્મીઓને કેદમાં રાખીને શું અર્થ છે…