બર્ની સેન્ડર્સ પ્રમુખ પદની રેસમાંથી હટ્યા, ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનવાનો જો બિડેનનો રસ્તો સાફ

 

વોંશિગ્ટનઃ અમેરિકા સેનેટર બર્ની સેન્ડર્સે અમેરિકાની ચૂંટણીમાં પ્રમુખ પદની રેસમાંથી ખુદને બહાર કરી દીધા છે, અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી નવેમ્બરમાં યોજાનાર છે. બર્ની સેન્ડર્સની ટીમે બુધવારે તેની જાહેરાત કરી. આ પછી ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જો બીડેનનો માર્ગ સાફ થઈ ગયો છે.

ડેમોક્રેટિક પાર્ટીના બે મુખ્ય ઉમેદવારો જો બિડેન અને બર્ની સેન્ડર્સ હતા. શરૂઆતમાં બિડેન અને સેન્ડર્સ વચ્ચે સખત લડત થઈ. હવે બિડેન ડેમોક્રેટિક પાર્ટી વતી રિપબ્લિકન ઉમેદવાર અને હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પડકારશે. તેમણે વિડિઓ સંદેશ જારી કરી તેની જાહેરાત કરી અને તેમના સમર્થકોનો આભાર પણ માન્યો છે