બરાક ઓબામાને ભારત પ્રત્યે આકર્ષણ, જેની પાછળનું મુખ્ય કારણ છે  ‘મહાત્મા ગાંધી્’

 

નવી દિલ્હીઃ પોતાના પુસ્તકને લઈને હાલ ચર્ચામાં રહેલા અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે ભારત પ્રત્યે તેમના આકર્ષણનું પ્રમુખ કારણ મહાત્મા ગાંધી છે. જેમણે બ્રિટિશ શાસન વિરુદ્ધ કરેલું સફળ અહિંસક આંદોલન અન્ય તિરસ્કૃત, હાંશિયામાં પહોંચેલા સમૂહો માટે  એક આશાનું કિરણ બન્યું. અમેરિકાના ૪૪મા રાષ્ટ્રપતિ રહેલા બરાક ઓબામાએ જો કે પોતાના નવા પુસ્તક ‘એ પ્રોમિસ્ડ લેન્ડ’માં એ વાત પર દુખ વ્યક્ત કર્યું કે ભારતીય મહાપુરુષ ગાંધી જાતિ વ્યવસ્થા પર સફળતાપૂર્વક ધ્યાન આપવા કે ધર્મના આધાર પર દેશના વિભાજનને રોકવા માટે અસમર્થ રહ્યા.

તેમના પુસ્તકમાં ઓબામાએ ૨૦૦૮માં ચૂંટણી અભિયાનથી લઈને પોતાના પ્રથમ કાર્યકાળના અંત સુધીની સફર રજુ કરી છે. આ પુસ્તકનો બીજો ભાગ પણ આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે બેવાર ભારત આવેલા બરાક ઓબામાએ કહ્યું કે ભારત પ્રત્યે મારા આકર્ષણનું સૌથી મોટું કારણ મહાત્મા ગાંધી છે. અબ્રાહમ લિંકન, માર્ટિન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલાની સાથે સાથે ગાંધીએ મારી સોચને ખુબ પ્રભાવિત કર્યા છે.  તેમણે કહ્યું કે, એક યુવા તરીકે મેં તેમના લેખ વાંચ્યા અને જાણ્યું કે તેઓ મારી અંદરના સહજ જ્ઞાનને વાચા આપી રહ્યા છે. તેમણે કહ્યું કે ‘સત્યાગ્રહ’ની તેમની ધારણા કે સત્ય પ્રતિ સમર્પણ અને અંતરાત્માને જગાડવા માટે અહિંસક પ્રતિરોધની શક્તિ, તેમની માનવતા અને તમામ ધર્મોની એકજૂથતા પર ભાર મૂકવો અને પોતાની રાજનીતિક આર્થિક અને સામાજિક વ્યવસ્થાના માધ્યમથી, દરેક સમાજ પ્રતિ વચનબદ્ધતામાં તેમનો વિશ્વાસ જેથી કરીને લોકો સાથે સમાન વ્યવહાર થાય. આ તમામ વિચારો મારી અંદર પરિલક્ષિત થયા. ગાંધીના કાર્યોએ મને તેમના શબ્દોથી વધુ પ્રભાવિત કર્યો. તેમણે પોતાના જીવનને જોખમમાં મૂકીને, જેલમાં જઈને તથા લોકોના સંઘર્ષમાં પોતાનું જીવન હોમીને પોતાના વિચારોની પરીક્ષા આપી. તેમના પુસ્તકમાં લખ્યું કે ગાંધીએ ૧૯૧૫માં બ્રિટન શાસન વિરુદ્ધ અહિંસક આંદોલન શરૂ કર્યું હતું જે ૩૦ વર્ષથી વધુ ચાલ્યું, જેણે ફક્ત એક સામ્રાજ્ય પર કાબૂ મેળવવા માટે ઉપમહાદ્વીપના મોટાભાગના હિસ્સાઓને સ્વતંત્ર કરાવવામાં મદદ કરી અને તે ઉપરાંત સમગ્ર દુનિયામાં નૈતિકતાની એક લહેર પણ ચલાવી. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેનાથી અશ્વેત અમેરિકનો સહિત અન્ય તિરસ્કૃત, હાશિયામાં પહોંચી ગયેલા સમૂહોને આશાનું કિરણ મળ્યું. 

તેમણે એમ પણ કહ્યું કે તેમના મનમાં ભારતનું વિશેષ સ્થાન છે કારણ કે તેમણે બાળપણમાં ઈન્ડોનેશિયામાં હતા ત્યારે હિન્દુ કથાઓ રામાયણ અને મહાભારતના મહાકાવ્ય સાંભળ્યા છે. જેનો ખુલાસો તેમણે તેમના પુસ્તક ખ્ ભ્શ્વૃંજ્ઞ્સ્ર્ફૂફુ ન્઱્ીઁફુમાં કર્યો છે. તેમણે કહ્યું કે  ભારતીય મિત્રોના એક સમૂહના કારણે રામાયણ અને મહાભારત કથાઓ સાંભળીને બાળપણનો એક ભાગ વિતાવ્યો હતો. તેમણે મને દાળ અને ખીમા ખાવાનું અને બનાવવાનું શીખવાડ્યું અને બોલીવુડની ફિલ્મોમાં રસ પેદા કર્યો.