બન્ટી ઓર બબલીની સિકવલ આવી રહી છે..

0
832

રાની મુખરજી અને અભિષેક બચ્ચનની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ બન્ટી ઓર બબલી ખૂબ લોકપ્રિય બની હતી. તેમાંય અમિતાભ બચ્ચન,ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને ગાયેલું ગીત કજરારે કજરારે તેરે કારે  કારે નૈનાએ તો ધૂમ મચાવી દીધી હતી. હવે દસ વરસ બાદ આ ફિલ્મની સિકવલ બની રહી છે. અભિનેતા અભિષેક બચ્ચન આશરે બે વરસના લાંબા બ્રેક બાદ ફિલ્મ મનમર્જીયાંથી કમબેક કરી રહ્યો છે. અભિષેક બચ્ચન સાથે આ ફિલ્મમાં વિકી કૌશલ અને તાપસી પન્નુ પણ ભૂમિકા ભજવી રહ્યા છે. અનુરાગ કશ્યપની આગામી ફિલ્મ ગુલાબ જાબુનમાં અભિષેક અને ઐશ્વર્યા રાય બચ્ચન – બન્ને મુખ્ય ભૂમિકામાં છે. વળી કરણ જૌહર નિર્મિત જાણીતા શાયર સાહિર લુધિયાનવી અને અમૃતા પ્રીતમના જીવન પર આધારિત ફિલ્મમાં અભિષેક સાહિરની ભૂમિકામાં રજૂ થઈ રહ્યો છે. બન્ટી ઓર બબલી એક હળવી રોમેન્ટિક કોમેડી ફિલ્મ હતી. જેને પ્રેક્ષકોએ બહુ પસંદ કરી હતી. આથી આડ રમૂજ અને રોમાન્સ સાથેની વાર્તા નવા પ્રસંગો સાથે રજૂ થાય તો પ્રેક્ષકોને અવશ્ય પસંદ પડે એવું ફિલ્મી જાણકારો માની રહયા છે.